Manav Parekh.com welcome to Manav Parekh's world
Who am i?


smile


 

 

Let's Introduce me

In Gujarati

એક રીતે જોવા જઈએ તો દરેક બ્લોગર મને સારી રીતે ઓળખે છે. તેમ છતાં જરા ઓળખાણ કરી લઈએ..!
મારું નામ જીજ્ઞેશ પારેખ ઉપનામ માનવ પારેખ. જોકે ખાસ કારણ નથી આ બંન્ને નામ પાછળ જો આપ જાણવા માગતા હોવ તો જણાવી દઉં.

વાત જરા એમ છે કે મારા જન્મ સમયે બા અને બાપુજીએ માનવ નામ પસંદ કરેલું પણ મારા રૂઢીચુસ્ત ફઈબાએ રાશીને ધ્યાનમા રાખી જીજ્ઞેશ નામ આપ્યું. ખુબ જ લાંબી ચર્ચા બાદ જીજ્ઞેશ નામને જન્મના દાખલામાં લખાવવામાં આવ્યું અને માનવ નામ ઘરના સભ્યો અને મારા મિત્રો પુરતું મર્યાદીત રાખવામાં આવ્યું. એ દીવસથી આ બંન્ને નામ મારા જીવનમાં પેન અને શાહીની જેમ સમાઈ ગયાં. અને આ નામ પાછળનું કારણ જાણવાની જહેમત ઉઠાવી મારી દોસ્ત હિરલ પારેખે. જે અત્યારે લંડનમાં એન્જીનીયરીંગ સ્ટુડન્ટ છે અને હેકીંગમાં માસ્ટર માઈન્ડ છે. જોકે અમે બંન્ને એકજ જ્ઞાતિના છીયે અને બાળપણથી જ સાથે ભણેલા અને એમાંય મારા બાપુજી અને તેના પપ્પા બંન્ને ગાઢ મિત્રો એટલે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે હિરલ અચુક પણે ઘરે આવે. અમે બંન્ને પાછા હતાય ધમાલી એટલે સૌના નાકમાં દમ કરી નાખીયે. એને તો હું અત્યારેય ચીબાવલી કહું છું. એકવાર માર જન્મદીનની પાર્ટીમાં એ ઘરે આવેલ અને અગાશી પર અમે બંન્ને શાંતીથી ઉભાં હતાં ત્યારે તેણે આ નામ વિશે મને પુછેલું અને મારી આ કથા સાંભળીને અમે બંન્ને પેટ પકડીને હસેલા. બીજા દીવસે કોલેજની લાઈબ્રેરીમાં જ્યારે હું શાંતીથી વાંચતો હતો ત્યારે અચાનક આવીને જોશથી બોલી માનવ.. ને ત્યાં ઉભેલા પ્રીન્સીપાલ આ જોઈ ગયા. તેમણે અમને બંન્ને ને તેમની ઓફીસમાં બોલવ્યા. અને અમને બંન્ને મસ્તીખોરોને લાઈબ્રેરીમાં બધાને ડીસ્ટર્બ કરવાના ગુનામાં જોડણી કોશ હાથમાં પકડાવીને હાથ અધ્ધર કરીને અડધો કલ્લાક સુધી અમને ઉભા રાખેલા પણ તે દીવસથી અમે તો સુધરી ગયા પણ તેઓ મને માનવ કહેવા લાગ્યા. આવી છે મારા નામની કથા.

હું એક સ્ટુડેન્ટ છું તથા સ્વાધ્યાય પરીવારનો એક નાનકડો શભ્ય છું અને એક પોતાનો એક નાનકડો કોમ્પયુટરનો શો-રુમ છે. બસ, પોતાના વખાણ ન કરવા જોઈએ પણ સાડા ચાર વર્ષના અનુભવના કારણે એક સારો It Expert છું એવું જરુર કહી શકું. ગુજરાતી પ્રત્યેની રુચી જળવાઈ રહે તેના માટે વીણેલાં મોતી.કોમની શરુઆત કરી હતી. અને હું આજે એમાં સફળ છું. મારો સ્વભાવ જરા જણાવું તો.. નાના બાળક જેવો, ઉતાવળીયો, તોફાની... વગેરે... બસ આવો જ છું. છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેટનો ઉપયોગ કરું છું. અને કદાચ ક્રૂતેશ અને હું બ્લોગજગતમાં સૌથી નાના બ્લોગર હોઈ શકીયે. આ ઈન્ટરનેટની દુનિયામાં આવ્યા પછી જીંદગી ઘણા પાઠ ભણાવી ગઈ. એટલા માટે જ ઈન્ટરનેટથી બનતા મિત્રોને મળવાનું ખુબ જ ઓછું રાખું છું. બાકી તો ઓનલાઈન મળતાં રહીશું....

અરે હાં.. મને ગમતા ગુજરાતીઓ કે મારું મિત્ર વર્તુળ જે કહો તે આ છે તો જરા એમની પણ સંક્ષીપ્ત ઓળખાણ કરીલો....

વિશાલ મોણપરા

વિશાલભાઈ એક વેબ ડેવલોપર છે જેમને કોણ નથી ઓળખતું. તેમ છતા .. તેઓ જુનાગઢના વતની છે અને અત્યારે અમેરીકામાં હ્યુસ્તન ટેકસાસમાં સ્થાયી છે. એકદમ ફ્રેન્ડલી નેચર છે તેમનું. અને મને ઘણી વખત મદદ કરે છે. જોકે તેમની રચનાઓ ભુતકાળમાં મેં કોપી કરી હતી છતાં પણ તેમણે મનમાં કંઈજ ખેદ ન રાખતાં વીણેલાં મોતી.કોમ માટે મને શુભેચ્છાઓ પાઠવેલી. મારા માટે વિશાલભાઈનું ઉમદા અને પ્રેમાળ વ્યક્તિત્વ મને ગમ્યું.

જીજ્ઞેશ અધ્યારૂ
અક્ષરનાદ.કોમની મુલાકાત તો આપે લીધી જ હશે કદાચ. તેઓ તેના સંકલનકાર છે. મને વર્ડપ્રેસ વિશેની સમજ આપનાર આ પ્રથમ વ્યક્તી છે. એમનો સ્વભાવ જોવા જઈએ તો એકદમ બીન્દાસ.... બસ એમના માટે એક જ લીટી કાફી છે," શાંત પાણી ઘણા ઊંડા હોય છે"

દેવાંગ વિભાકર
Speak bindas.com હા ભાઈ...હા... દેવાંગ ભાઈ જેમને ગુજરાતી અને અંગ્રેજી બંન્ને બ્લોગર્સ ઓળખે છે. આમ તો અમે બંન્ને ફેસબુકમાં મળેલા. મારા સારા એવા મિત્ર છે. ક્યારેય મળેલો તો નથી પણ ફોન દ્વારા સંપર્કમાં રહં છું.

કાંતિભાઈ કરસાળા
ગાયત્રી પરીવાર સાથે સંકળાયેલા આ કાંતિભાઈ જેઓ હંમેશા અમને માર્ગદર્શક બન્યા છે જ્યારે પણ કોઈ પણ તકલીફ હોય તો હું તેમને અને જુગલકીશોર દાદાને અવશ્ય પુછી લઉં છું અને મારા પ્રશ્નનું નિવારણ થઈ જાય છે.

રૂપેન પટેલ

આ છે રૂપેન પટેલ. મારો સારો એવો મિત્ર છે. લોકો ભલે તેના વિશે ગમે તે કહે તેની મને પરવાહ નથી. દુનિયાનો સૌથી ભોળો માણસ.જેને જનરલ નોલેજનું ખાસ્સું એવું જ્ઞાન છે 

If you waana find more info aboout me then you can visit my site www.vinelamoti.com or visit my blog શબ્દો અમારા